About GSVS 2025
આપણા ભારતના ભાગ્યવિધાતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા, શીલ-સંસ્કૃતિ અને સદાચારને સમર્પિત, પ્રતિભાસંપન્ન, ચારિત્ર્યવાન, સંસ્કારી યુવા પ્રતિભાઓના સર્જન માટે ગુજરાત, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
ગુણવંતી ગુજરાતના દીર્ઘદ્રષ્ટા સંસ્કૃતિ પ્રેમી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – ૨૦૨૫, જેનો ઉદ્દેશ્ય રાજ્યભરના કોલેજના વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા, યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા અને જાહેરમાં બોલવાની કુશળતા વધારવાનો છે.
ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઈ ચિંતન - મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદેશ્યથી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને "સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન"ના સંયુક્ત ઉપક્રમે "ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – ૨૦૨૫" નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની તમામ કોલેજો (સરકારી, અનુદાનિત અને સેલ્ફ ફાઈનાન્સ)માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ભાગ લેશે.
ફેશન અને વ્યસનોના વાવાઝોડાની વચ્ચે, સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર આવતી વિકૃતિઓની લપેટમાં આપણું યુવાધન ફસાઈ ના જાય તે માટે, સંસ્કાર સિંચનના ભગીરથ કાર્ય માટે, નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની દિશામાં ગુજરાત કાર્યરત છે.
Register Now